Gujarat

બોરસદ નગરપાલિકાએ 36 દુકાનદારો પાસેથી રૂપિયા 18,300 દંડ વસૂલ્યો

By GS TEAM
7 Jan 20262 mins read
બોરસદ નગરપાલિકાએ 36 દુકાનદારો પાસેથી રૂપિયા 18,300 દંડ વસૂલ્યો

- પાલિકાના સેનેટરી વિભાગ દ્વારા કાર્યવાહી 

- બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો, 15 કિલોથી વધુ હલકી ગુણવત્તાવાળુ પ્લાસ્ટિક જપ્ત 

આણંદ : બોરસદ નગરપાલિકાના સેેનેટરી વિભાગ દ્વારા સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં લારીઓ વાળા અને પ્લાસ્ટિકની દુકાનોમાં તપાસ શરૂ કરતા અંદાજિત ૩૬ જેટલા લારીઓવાળા તથા દુકાનદારો પાસેથી રૂપિયા ૧૮,૩૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

બોરસદ નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા બોરસદ શહેરના આણંદ ચોકડી વિસ્તારમાં ગંજબજાર, જનતા બજાર, બસ સ્ટેન્ડ વિસ્તાર, સરદાર ચોક સહિતના વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ ઉપર ગુણવત્તાયુક્ત ખોરાક છે કે, નહીં તે સંદર્ભે તપાસ શરૂ કરી હતી. જેમાં ૧૦થી વધુ પાણીપુરીની લારીઓમાં બગડેલા બટાકા અને બિન આરોગ્ય પદ પાણી હોવાનું માલુમ પડતો તમામને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ પાણીપુરી અને ખાદ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો હતો. 

પ્લાસ્ટિકનીના દુકાનદારોમાં ૧૨૦ માઈક્રોનથી ઓછી ગુણવત્તા વાળું  પ્લાસ્ટિક વેચતા પાંચ જેટલા દુકાનદારોને ઝડપી પાડયા હતા. જેમાં પાર્શ્વનાથ પ્લાસ્ટિક પાસેથી ત્રણ કિલો, શ્રી ગણેશ માર્કેટિંગ પાસેથી બે કિલો, પટેલ પ્લાસ્ટિક પાસેથી પાંચ કિલો, દુર્ગા પ્લાસ્ટિક પાસેથી પાંચ કિલો, ભવાની પ્લાસ્ટિક પાસેથી છ કિલો જેટલું ૧૨૦ માઈક્રોનથી ઓછું પ્લાસ્ટિક પકડાતા તમામ દુકાનદારોને ૨૦૦૦થી મળીને ૩૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાના સેનેટરી વિભાગ દ્વારા બોરસદ શહેરમાં અંદાજે ૩૬ જેટલા લારીઓ વાળા તથા પાણીપુરીવાળા અને પ્લાસ્ટિકના વેપારીઓનેની દુકાનમાં તપાસ કરીને અંદાજિત ૧૫ કિલોથી વધુ હલકી ગુણવત્તા વાળું પ્લાસ્ટિક જપ્ત કરીને૧૮,૩૦૦ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો હતો.