Get The App

બોરિયાવી પાલિકામાં ધમકી આપનાર વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરાય તો હડતાળની ચિમકી

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
બોરિયાવી પાલિકામાં ધમકી આપનાર વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરાય તો હડતાળની ચિમકી 1 - image

- 5 દિવસમાં પગલાં લેવાની માંગ સાથે કર્મચારીઓનું આવેદનપત્ર

- ટેક્સ ઈન્સ્પેક્ટરને અપશબ્દો બોલી શખ્સે આકરણી નંબર પાડવા દબાણ કરી ધમકી આપતા કર્મચારીઓમાં આક્રોશ

આણંદ : આણંદ જિલ્લાની બોરિયાવી પાલિકાના ટેક્સ ઈન્સ્પેક્ટર સાથે ગામના માથાભારે શખ્સે ખરાબ વર્તન અને ધમકી આપી હોવાના આક્ષેપ કરાયો છે. શખ્સ વિરૂદ્ધ પાંચ દિવસમાં કાયદેસરની કાર્યવાહીની નહીં કરાય તો હડતાળ પર જવાની ચિમકી સાથે પાલિકાના કર્મચારીઓ ચીફ ઓફિસરને આવેદપત્ર આપ્યું છે.

બોરિયાવી પાલિકાના કર્મચારીઓએ આક્ષેપો સાથે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, બોરિયાવી પાલિકાના કર્મચારીઓ સાથે વારંવાર માથાભારે શખ્સો બીભત્સ વર્તન કરી ધમકીઓ આપી છે. નગરપાલિકાના ટેક્સ ઈન્સ્પેક્ટર દિનેશભાઈ શંકરભાઈ રાઠોડ તા. ૧૫/૧૧/૨૦૨૫ના રોજ ઓફિસમાં કામગીરી કરતા હતા. ચાલુ ઓફિસ દરમિયાન ગોપાલભાઈ હરિભાઈ ભરવાડે નવો આકરણી નંબર પડાવવા માટે દબાણ કરી અપશબ્દો બોલી જો હમણા નંબર નહીં પાડે તો ઓફિસ બહાર નહીં નીકળવા દઉં કહીને ટેક્સ ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી. પાલિકાના સરકારી કામમાં રૂકાવટ કરી ફરજ દરમિયાન મારી નાખવાની ધમકી આપી હોવાથી શખ્સ વિરૂદ્ધ પાંચ દિવસમાં કાયદેસરની કાર્યવાહી નહીં કરાય તો પાલિકાના તમામ કર્મચારીઓ હડતાળ પાડી વિરોધ કરશે.