ગીર ગઢડામાં બુટલેગરોએ તૈયાર કર્યો સ્પેશિયલ રૂમ, જમીન ખોદતાં નીકળી દારૂની પેટીઓ જ પેટીઓ

પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Updated: Jan 25th, 2023
ગીર ગઢડા, 25 જાન્યુઆરી 2023 બુધવાર

ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યાં છે. કેટલાક પોલીસ કર્મીઓ પણ બુટલેગરોનું કામ કરતાં હોવાના કિસ્સા સામે આવ્યાં છે. ત્યારે ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને રૂ.15 લાખની કિંમતનો 324 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. 

ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસની પુછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો દમણના શખ્સે  મોક્લ્યો હતો જેને સાવરકુંડલાના શખ્સને આપવાનો હતો. બુટલેગરે  પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો, જેને એલસીબીએ શોધી કાઢ્યો હતો. આ મામલે પોલીસે પકડેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

30.17 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો
પોલીસે ઉનાના ઉમેજ ગામનો કુખ્યાત બુટલેગર દીપક તથા તેનો ભાણેજ સિદ્ધરાજ ગોહીલની પૂછપરછ કરતાં વાડીના ખૂણામાં નવા બની રહેલા મકાનની બાજુમાં જમીનમાં બનાવેલું ચોરખાનું બતાવ્યું હતું. જેમાં તપાસ કરતા મોટો જથ્થો જોવા મળેલો જેને બહાર કાઢી ગણતરી કરતાં વિદેશી દારૂની 250 પેટી તથા 20 પેટી બીયરની મળી આવી હતી. જેની કુલ કિં. રૂ.15,07,200ના જથ્થા ઉપરાંત વાડીમાંથી દારૂની હેરાફેરી માટે રખાયેલા ટ્રેકટર-ટ્રોલી નંગ 3, બે મોબાઈલ મળી કુલ રૂ. 30.17 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો.

    Sports

    RECENT NEWS