Get The App

ભાવનગરમાં બુટલેગરોએ પોલીસ ટીમ પર કર્યો એસિડ એટેકનો પ્રયાસ, વિદેશી દારૂની ડિલિવરી સમયે પાડ્યા હતા દરોડા

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં બુટલેગરોએ પોલીસ ટીમ પર કર્યો એસિડ એટેકનો પ્રયાસ, વિદેશી દારૂની ડિલિવરી સમયે પાડ્યા હતા દરોડા 1 - image


Bhavnagar News : ભાવનગરમાં બુટલેગરોએ પોલીસની ટીમ પર એસિડ એટેક કરવાનો પ્રયાસ કર્યો હોવાનું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, ત્યારે પોલીસ અને બુટલેગર વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં બુટલેગર કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ડિલિવરી આપવા જઈ રહ્યો હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમને બાતમી મળતાં સ્થળ પર રેડ મારી હતી. આ દરમિયાન પોલીસ કારમાં રહેલો દારૂનો જથ્થો જપ્ત કરવા અને આરોપીને ઝડપી પાડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પોલીસ પર આરોપીઓ એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.  

આ પણ વાંચો: અમદાવાદમાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવી ગયા, પૂજારીએ કહ્યું-'છેલ્લા ત્રણ વર્ષથી દાનપેટી ખોલી નહોતી...'

સમગ્ર બનાવ મામલે પોલીસે દારૂની હેરાફેરી કરતાં દિનેશ, કિશન અને વિશાલ નામના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :