નવાપુરાના બૂટલેગરે વડસરમાં દારૃનો ધંધો શરૃ કર્યો
વડસરના ખેતરમાં પોલીસની રેડ : સપ્લાયર વોન્ટેડ
વડોદરા,વડસર વિસ્તારમાં ખેતરમાં દારૃનો જથ્થો સંતાડી વેચાણ કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, શિયાબાગ ચાર રસ્તા પાસે વ્રજ વિહાર કોમ્પલેક્સમાં રહેતો સંજય ઉર્ફે પાઉ ખારવા હાલમાં વિદેશી દારૃનો જથ્થો લાવ્યો છે. આ દારૃનો જથ્થો માંજલપુર વડસર ખાતે આવેલ મેપલ વિલાની સામે આવેલા ખેતરના ગેટની અંદર સંતાડી છૂટકમાં વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા સંજય ઉર્ફે પાઉ નગીનભાઇ ખારવા મળી આવ્યો હતો. તેની પાસેની થેલીમાંથી વિદેશી દારૃનો જથ્થો હતો. પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો મકરપુરા એરફોર્સ પાસે રહેતા શિવચરણ ઉર્ફે શિવો ચારણ આપી ગયો હતો. જેથી, પોલીસે શિવચરણને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૃની ૫૯ બોટલ, મોબાઇલ ફોન મળી ૩૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.