મોતીતળાવ વિસ્તારમાંથી દારૂ, બિયર સાથે બુટલેગર ઝડપાયો
- પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો બાતમીના આધારે દરોડો
- પોલીસે દારૂની 240 બોટલ તથા બિયરના 6 ટીન તથા મોબાઈલ મળી રૂ. 65 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોર્ડે શહેરના મોતીતળાવ વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો.
ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બાતમીના આધારે શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતાં નિલેશ વિનોદભાઇ બારૈયા મોતીતળાવમાં આવેલાં યુમિલ કંમ્પાઉન્ડ પાસે ઇંગ્લીશ દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.પોલીસે તેના કબ્જામાંથી વિદેશી દારૂની ૨૪૦ બોટલ કિંમત રૂ.૬૩,૯૮૪ તથા બિયરના ૬ ટીન કિંમત રૂ.૫૪૦ તથા એક મોબાઈલ મળી કુલ રૂ.૬૪,૫૨૪ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને તેની ધરપકડ કરી ગંગાજળિયા પોલીસમાં પ્રોહી. એક્ટ તળે ગુનો નોંધ્યો હતો.