બગોદરામાં 15 લાખના દારૂ લિસ્ટેડ બુટલેગરની ધરપકડ

- પોલીસે એક શખ્સને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધ્યો
- દારૂની 1,096 બોટલ, બિયરના 931 ટીન, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત
બગોદરા : બગોદરામાં પોલીસે ૧૪.૯૨ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે લિસ્ટડ પ્રોહિબિશન બુટલેગરની ધરપકડ કરી છે. પોલીસે એક શખ્સને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધ્યો છે.
બગોદરા ગામની હોટલ ફળીમાં રહેતા પ્રોહિબિશન બુટલેગર ચંદુભાઈ ઉર્ફે સલીમ વજુભાઈ મકવાણા અને તેના પુત્ર અશ્વિનભાઈ ચંદુભાઈ મકવાણાના ઘર અને આસપાસના મકાનોમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે બગોદરા પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન દારૂની ૧,૦૯૬ બોટલ, ?બિયરના ૯૩૧ ટીન (કુલ કિ.રૂ.૧૪,૯૨,૦૨૦), બે મોબાઇલ કિં.રૂ. ૨૦,૦૦૦ મળી ?કુલ રૂ.૧૫,૧૨,૦૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
દરોડા દરમિયાન પકડાયેલા આરોપી ચંદુભાઈ ઉર્ફે સલીમભાઈ વજુભાઈ મકવાણા અને વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ ચંદુભાઈ મકવાણા બંને બગોદરા પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના કેસોમાં સંડોવાયેલા છે. ચંદુભાઈ ઉર્ફે સલીમભાઈ મકવાણા સામે બગોદરા પોલીસ સ્ટેશનમાં ૪ કેસ નોંધાયેલા છે, જેમાં ૨૦,૧૦,૦૦૦ સુધીના પ્રોહિબિશન જથ્થાનો કેસ પણ સામેલ છે. આ ઉપરાંત, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ એક કેસ નોંધાયેલો છે.


