Get The App

ચિત્રા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝબ્બે

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
ચિત્રા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝબ્બે 1 - image


- પેરોલ ફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે દરોડો પાડયો 

- દારૂની 182 બોટલ સાથે ઝડપાયેલાં શખ્સ પાસેથી આડોડીયાવાસના ઈસમે જથ્થો મંગાવ્યો હતો 

ભાવનગર : ભાવનગર પોલીસના પેરોલ ફર્લો સ્કવોર્ડે શહેરના ચિત્રા વિસ્તારમાં જાહેર રસ્તા પરથી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.જ્યારે તપાસમાં વધુ એક શખ્સનું નામ ખુલ્યું હતું. 

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમ શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે,બાતમી મળી હતી કે શહેરના શહેર, ચિત્રા વિસ્તારમાં એક શખ્સ જાહેર રોડ ઉપર ત્રણ અલગ-અલગ પ્લાસ્ટીકના થેલા લઇ ઉભો છે જેમાં દારૂનો જથ્થો છે. બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડી અમિત ઉર્ફે લખન ઇશ્વરભાઇ રાઠોડ (ઉ.વ.૩૭ રહે.હાલ આડોડીયાવાસ,ભાવનગર મુળ રહે. અમદાવાદ)ને શંકાના આધારે અટકાવ્યો હતો. ટીમે તેની પાસે રહેલાં થેલાની તલાશી લેતા તેમાંથી રૂા.૨૨,૭૫૦ની કિંમતની દારૂની ૧૮૨ બોટલ મળી આવતા પોલીસે બુટલેગરની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આ શખ્સ અભિષેક ઉર્ફે લાલો ભીખાભાઇ પરમાર (રહે.આડોડીયાવાસ, ભાવનગર)એ મંગાવ્યો હોવાની કબૂલાત કરતાં પેરોલ ફર્લો સ્કવોડે બન્ને શખ્સ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :