વડોદરામાં હવે જાહેર માર્ગો પર સ્કૂટર પાર્ક કરી વિદેશી શરાબની બોટલોનું વેચાણ કરતા ખેપિયા, વધુ એક પકડાયો
Vadodara Liquor Crime : વડોદરામાં હવે જાહેર માર્ગો ઉપર સ્કૂટર પાર્ક કરીને વિદેશી દારૂની બોટલોનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના કિસ્સા બની રહ્યા છે.
ચાર દિવસ પહેલા ન્યુ વીઆઈપી રોડ ઉપર સ્કૂટર પાર્ક કરી દારૂની બોટલ વેચતા એક ખેપિયાને ઝડપી પાડી એક ડઝન બોટલો કબજે કર્યા બાદ ગઈ રાતે રમતા રોડ ઉપર પાવનધામ સોસાયટી પાસે પોલીસે વધુ એક ખેપિયાને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે સ્કૂટર પર પકડાયેલા શખ્સનું નામ ભાવેશ ઉર્ફે શંભુ જશુભાઈ પઢિયાર (અનગઢ ફળિયું,ગોરવા) ગામ હોવાનું ખુલ્યું હતું. તેની પાસેથી દારૂની કુલ 18 બોટલ અને સ્કૂટર સહિત અડધો લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.