Get The App

ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે, નવા શૈક્ષણિક વર્ષ માટે 14 નવા પાઠ્યપુસ્તકો તૈયાર

Updated: Feb 27th, 2025

GS TEAM

Google News
Google News
ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે, નવા શૈક્ષણિક વર્ષ માટે 14 નવા પાઠ્યપુસ્તકો તૈયાર 1 - image


Gandhinagar News : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ધોરણ 1, 6થી 8 અને ધોરણ 12માં પાઠ્યાપુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો અભ્યાસ ક્રમમાં લેવાના રહેશે. તેના માટે કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાશે. જેમાં સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો બદલાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 674 એશિયાઈ સિંહ, વિવિધ પ્રજાતિઓની 5.65 લાખથી વધુની વસ્તી નોંધાઈ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધો.1, 6થી 8 અને ધો.12ના પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ. 1માં ગુજરાતી, ધોરણ. 6માં અંગ્રેજી, ધોરણ. 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનું નવું પુસ્તક આવશે. જ્યારે ધો.8માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાનના પુસ્તકો બદલાશે. આ ઉપરાંત, ધો.12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવાનો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિર્ણય કરાયો છે.

ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે, નવા શૈક્ષણિક વર્ષ માટે 14 નવા પાઠ્યપુસ્તકો તૈયાર 2 - image



ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે, નવા શૈક્ષણિક વર્ષ માટે 14 નવા પાઠ્યપુસ્તકો તૈયાર 3 - image'ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે, નવા શૈક્ષણિક વર્ષ માટે 14 નવા પાઠ્યપુસ્તકો તૈયાર 4 - image

Tags :