Get The App

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી સટ્ટાખોર મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં એલસીબીના હાથે પકડાયો

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી સટ્ટાખોર મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં એલસીબીના હાથે પકડાયો 1 - image


Jamnagar : જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાંથી એક વેપારી પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડાયો છે. જેને આઈ.ડી. આપનાર રાજકોટના વતની અને હાલ દુબઈ રહેતા એક બુકીનું નામ ખુલ્યું છે. 

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે રાત્રે ખોડીયાર કોલોની વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં પોતાના મોબાઈલ ફોન મારફતે આઈપીએલની પંજાબ અને મુંબઈની ક્રિકેટ ટીમ વચ્ચે હારજીતનો સટ્ટો રમી રહેલા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા અજીતસિંહ ચુડાસમા નામના વેપારીને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા 7,500 ની રોકડ રકમ અને રૂપિયા 80 હજારની કિંમતના મોબાઈલ ફોન સહિત રૂપિયા 87,500 ની માલમતા કબજે કરી છે.

 પોલીસની પૂછપરછ દરમિયાન પોતાને મૂળ રાજકોટના વતની અને હાલ દુબઈ ચાલ્યા ગયેલા વીરૂભા નામના મુખ્ય બુકીએ આઈ.ડી. આપી હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે મુખ્ય બુકી વિરુભાને ફરાર જાહેર કર્યો છે, અને તેની શોધખોળ શરૂ કરી છે.

Tags :