- ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી જતા મુશ્કેલી
- ઠંડીના કારણે રણમાં અગરિયાઓની પણ કફોડી હાલત, લોકોએ તાપણાંનો સહારો લીધો, રવી પાકને ફાયદો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રગર જિલ્લામાં સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. જિલ્લામાં પ્રથમ વખત તાપમાન સિંગલ ડિજિટમાં પહોંવ્યું છે. નવ ડિગ્રી તાપમાનથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા અને લોકોએ તાપણાનો સહારો લીધો હતો. આ ઉપરાંત પશુ- પક્ષીઓની પણ કફોડી હાલત થઇ હતી.
ઝાલાવાડમાં સપ્તાહથી ઠંડીનું જોર વધ્યું છે અને વહેલી સવારે ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય સેવાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનમાં પ્રથમ વખત તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યું છે. નવ ડિગ્રી તાપમાન થતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. તેમજ રણ વિસ્તારમાં અગરીયાઓની પણ કફોડી હાલત થઇ હતી. બીજી તરફ ઠંડીના હ્દય રોગના કિસ્સા પણ વધી શકે છે અને હ્દય રોગથી પીડિત દર્દીઓને સાવચેતી રાખવાની પણ નોબત આવી છે. ઠંડીનો ચમકારો વધતા ઘઉં, જીરૂ, વરિયાળી, ચણા સહિતના પાકને વ્યાપક ફાયદો થશે.


