Get The App

બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

આસ્પર્ધામાં વોર્ડનં-૯ની ૩૬૮ ટીમોએ ભાગ લીધો હતો

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન 1 - image

શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા.

શ્રી સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મ્યુ. કોર્પોરેશનના વોર્ડનં. ૯ના કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સતત પાંચમા વર્ષે સુભાનપુરા ઝાંસી કી રાણી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. જેમાં તમામ ટીમને નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો. આ સ્પર્ધામાં વોર્ડ નં - ૯ની ૩૬૮ ટીમોએ ભાગ લીધો હતો. શનિવારે સાંઈનાથ ઈલેવન અને ગોકુળ ઈલેવન વચ્ચે થયેલી ફાઈનલ મેચની ટક્કરમાં ગોકુળ ઈલેવનનો વિજય થયો હતો. સમાપન પ્રસંગે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે, સાંસદ ડો. હેમાંગ જોષી, પુર્વ કાઉન્સિલર રાજેશ આયરે, આયોજક શ્રીરંગ આયરે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટાઈટલ વિજેતા, રનર્સ-અપ ટીમોને તથા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી, રોકડ રકમ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા, જ્યારે બાકીની ૩૬૬ ટીમોને ક્રિકેટ કીટ આપવામાં આવી હતી.