સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bomb Threat Email to Gujcel Director in Ahmedabad: અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈમેલ દ્વારા બોમ્બ અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવાનો સિલસિલો યથાવત્ છે. હવે ગુજસેલના ડાયરેક્ટરને ઈમેલ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, 'ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોફા મોદી એન્ડ શાહ. મેરા ભાઈ સૌરભ વિશ્વાસ કો રિહા કરો...' હાલ આ અંગે જાણ કરતા પોલીસ તપાસ હાથ ધરી છે.
ધમકીભર્યા મેઈલ અંગે પોલીસ ફરિયાદ
મળતી માહિતી અનુસાર, 25મી માર્ચના રોજ ગુજસેલના ડાયરેક્ટરના ઇમેઇલ પર bhavesh4518@gmail.com પરથી સવારે 8 વાગ્યે મેઈલ આવ્યો હતો. જેમાં લખેલું હતું કે, 'ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોફા મોદી એન્ડ શાહ. આઈ વિલ કીલ યુ ઇન બોમ્બ બ્લાસ્ટ ઓલ સ્કૂલ, મેરા ભાઈ સૌરભ વિશ્વાસ કો રિહા કરો...' આ અંગે ઉપરી અધિકારીઓ અને સિક્યોરિટી ઓફિસરના જાણ કરવામાં આવી હતી. જે બાદ આ થ્રેટ મેઈલ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ આ અંગે ફરિયાદ નોંધી ઇમેઇલ ક્યાંથી અને કોને કર્યો છે તેની તપાસ હાથ ધરી છે.
ધમકીભર્યા ઈમેલનો સિલસિલો યથાવત્
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મહત્ત્વની સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. અગાઉ પણ અનેક જિલ્લાઓની પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા.









