- ઘટનાને પગલે હોસ્પિટલમાં મુસ્લિમ પરિવારના ટોળેટોળા એકઠા થયા
- બોટાદનો મુસ્લિમ પરિવાર રાણપુરની વાડીમાં જમવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો, પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ
આ ગમખ્વાર અકસ્માતની વિગત એવા પ્રકારની છે કે,બોટાદ ખાતે રહેતો પરિવારના મહિલા બાળકો અને પુરષો મળી ૨૬ જેટલા લોકો એક બોલેરો પિકઅપ વાહન બંધાવીને રાણપુર ગામની વાડીએ જમવાનું આયોજન હોય બોલેરો પિકઅપ વાહન લઈને નીકળ્યા હતા.પરિવારના ૨૬ સભ્યો હસી ખુશીના માહોલ વાચાળ પોતાના નિયત રૂટ પર આગળ વધી રહ્યા હતા.તેવામાં બોટાદના મિલિટ્રી રોડ પર બોલેરો પિકઅપના ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા આખુય વાહન પલટી ખાઈ ગયું હતું.અને વાહનમાં સવાર લોકોની ચિચિયારીઓ રોડ પર ગુંજી ઉઠી હતી.અને મુસાફરી કરી રહેલા ૨૫ જેટલા લોકોને ઇજા પહોંચી હતી.જ્યારે શહેનાજબેન મહેબૂબભાઈ માકડ, અને આલિયાબેન ઈરફાનભાઈ મુળીયા (બાળકી)ના સ્થળ પરજ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથેજ બોટાદ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.અને પોલીસે બન્ને ના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.આ બનાવ અંગે રાણપુર પોલીસ મથક પાસે સવારે સર્જાયેલા અકસ્માતની વિગત નહતી.અને મોડી સાંજ સુધી ફરિયાદ પણ નોંધાઈ ન હતી.
ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામની યાદી
આયેશાબેન મયુદ્દીનભાઈ માકડ, સુનૈનબેન તાહિરભાઈ, એમનબેન સરફરાજભાઈ, નજમાબેન સલીમભાઈ માકડ, સુહાનીબેન તાહીરભાઈ ખંભાતી, જૈદ અલાઉદ્દીનભાઈ, નેમતબેન ઇલિયાસભાઈ ગાંજા, શરીફાબેન બહાઉદીનભાઇ, અહમદભાઈ અલાઉદ્દીનભાઈ, હસનેન મયુદ્દીનભાઈ, માહિનબેન મયુદિનભાઈ માકડ, સુહાનાબેન, નસીમબેન અફઝલભાઈને નાની મોટી ઇજા થતાં બોટાદથી સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયેલ આવ્યા છે.જ્યારે મરિયમબેન મહેબુબભાઇ માકડ, શબાનાબેન યુસુફભાઈ માકડ, નજમાબેન મુન્નાભાઈ માકડ, સાહિનબેન યુસુફભાઈ માકડ, હાજરાબેન મોસીનભાઈ ખલ્યાણી, સલમાબેન સોહિલભાઈ માકડ, જીયાબેન સોહિલભાઈ માકડ ,નસીરાબેન સોહીલભાઇ માકડ,રીઝવાના બેન આદિલભાઈ માકડ, માલીબેન આદિલભાઈ માકડ, અંજુમનબેન અલાઉદ્દીનભાઈ માકડ, મહેકબેન હકાભાઇ ગાંજા ને બોટાદની સબીહા હોસ્પિટલમાં સારવાર ખસેડાયેલમાં આવ્યા છે.તેમજ મસીરાબેન ઇલિયાસભાઈ ને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવેલ છે.


