Get The App

ધ્રાંગધ્રાના એંજાર ગામેથી બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપાયો

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
ધ્રાંગધ્રાના એંજાર ગામેથી બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપાયો 1 - image


રૃા.૬,૧૯૦ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત

મુન્નાભાઇ એમબીબીએસ ઉતરાખંડથી આવીને હોસ્પિટલ ઉભી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતા

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધ્રાંગધ્રાના એંજાર ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી રૃા.૬,૧૯૦ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત કરવામાં આવી હતી.

ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે ક્લીનીક ખોલી બોગસ ડોક્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે રેઈડ કરી હતી. દરોડા દરમિયાન એંજાર ગામેથી કોઈ પણ જાતનિ તબીબી ડિગ્રી કે સર્ટીફીકેટ નહિં હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી ક્લીનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર તુષારભાઈ સંજયભાઈ સરદાર (ઉ.વ.૨૮, હાલ રહે.એંજાર અને મુળ રહે.ઉતરાખંડ)ને ઝડપી લીધો હતો તેમજ ક્લીનીકમાંથી રૃા.૬,૧૯૦ની કિંમતની અલગ-અલગ કંપનીની એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કર્યો હતો અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લાના અનેક તાલુકાઓમાં ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો છે ત્યારે અન્ય તાલુકાઓમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Tags :