Gujarat
ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવકની લાશ મહિસાગર નદીના કિનારા પરથી મળી
By GS TEAM
19 Oct 20251 min read

વડોદરા,આણંદ જિલ્લાના નવાલી ગામે રહેતા અને છેલ્લા ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવાનની લાશ અનગઢ ગામ મહિસાગર નદીના કિનારા પરથી મળી આવી હતી.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાલી ગામે રહેતા ૩૮ વર્ષના અશ્વિનભાઇ પૂનમભાઇ પઢિયાર પરિવાર સાથે રહે છે. તેઓ ફાર્મમાં નોકરી કરતા હતા. ઘરેથી ત્રણ દિવસ અગાઉ નીકળી ગયેલા અશ્વિનભાઇની શોધખોળ કરવા છતાંય તેઓની કોઇ ભાળ મળી નહતી. જેથી, પરિવારજનો તેઓને શોધી રહ્યા હતા. દરમિયાન ગઇકાલે બપોરે અનગઢ ગામ મસાણી માતાના મંદિર પાસે મહિસાગર નદીના કિનારા પરથી તેઓનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. નંદેસરી પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. આધાર કાર્ડ અને મોબાઇલ ફોનના આધારે મૃતકની ઓળખ થઇ હતી. અશ્વિનભાઇ નદીમાં કઇ રીતે ડૂબી ગયા ? તેની કોઇ માહિતી મળી નથી.








