Gujarat

જુના બંદરની ખાડીમાંથી વાલ્કેટ ગેટના યુવાનનો મૃતદેહ મળ્યો

By GS TEAM
11 Oct 20251 min read
જુના બંદરની ખાડીમાંથી વાલ્કેટ ગેટના યુવાનનો મૃતદેહ મળ્યો

પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

ગત મોડી સાંજે ઘરેથી નીકળ્યા બાદ યુવાન લાપત્તા થયો હતો

ભાવનગર: ભાવનગરના વાલ્કેટ ગેટ પાસે રહેતા યુવાનનો મૃતદેહ જુના બંદરની ખાડીમાંથી મળી આવતા પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો.

ભાવનગરના વાલ્કેટ ગેટ પાસે આવેલ વાલ્મિકી વાસમાં રહેતો યુવાન પ્રિયંકભાઈ લાભુભાઈ પરમાર (ઉં.વ.૩૨) ગતરોજ સાંજના સમયે ઘરેથી નીકળ્યા બાદ મોડી રાત્રી થવા છતાં ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન યુવાનની સાઇકલ જુના બંદર પર આવેલ કેબલ સ્ટેઈડ પુલ પાસેથી મળી આવી હતી. આ અંગે પરિવારજનોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા કેબલ સ્ટેઈડ પુલ પાસેની ખાડીમાં તપાસ હાથ ધરતા આજે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કરવામાં આવતા ઘોઘારોડ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.