Gujarat
મોટી નહેરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો
By GS TEAM
4 Sep 20251 min read

- નડિયાદના કેરીઆવી આનંદપુરા સીમમાં
- અકસ્માતે મોત કે આપઘાત : યુવકની ઓળખ માટે પોલીસની શોધખોળ
નડિયાદ : નડિયાદ તાલુકાના કેરીઆવી આનંદપુરા સીમમાંથી પસાર થતી મોટી નહેરમાંથી આજે સવારે યુવકની લાશ મળી આવી હતી. જાણ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
નડિયાદ તાલુકામાં કેરીયાવી ગામના આનંદપુરા સીમમાંથી મોટી નહેર પસાર થાય છે. બે કાંઠે વહેતી નહેરમાં આજે સવારે લાશ તરતી જોવા મળી હતી. જાણ થતા આજુબાજુના લોકોના ટોળા નહેર પર દોડી ગયા હતા.
સ્થાનિક લોકોએ નહેરમાંથી લાશને બહાર કાઢી હતી. ૨૫થી ૩૦ વર્ષના આસરાના યુવકની ઓળખ થઈ નથી. અજાણ્યો યુવક અકસ્માતે નહેરમાં પડી ગયો કે આપઘાત કર્યો, યુવક કોણ અને ક્યાંનો છે તેની ઓળખ કરવા માટે નડિયાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે શૈલેષભાઈ રમણભાઈ સોલંકી રહે. આનંદપુરા કેરીયાવીએ જાણ કરતા નડિયાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.








