નાગરવાડાના સિનિયર સિટિઝનના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું
મારી પાછળ રડવું નહીં, શોક કરવો નહીં તેવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી
વડોદરા,નાગરવાડા વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષના સિનિયર સિટિઝનનું અવસાન થતા તેઓના મૃતદેહને બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યો છે.
નાગરવાડા ગેટ ફળિયામાં રહેતા ઇશ્વરભાઇ પટેલે ૨૦ વર્ષ અગાઉ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. તેમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, મારા અવસાન પછી શોક કરવો નહીં. કોઇએ રડવું નહીં, સૂતક પણ રાખવું નહીં. લગ્ન કે પાર્ટીમાં જવું અને આનંદ માણવો. મારી આત્માની શાંતિ માટે આટલું કરવું. ગઇકાલે તેઓનું અવસાન થતા તેમની ઇચ્છા પ્રમાણે પરિવાર દ્વારા તેઓના મૃતદેહને બરોડા મેડિકલ કોલેજને આપવામાં આવ્યો છે.