પલસાણાના તુંડી ગામેથી ગુમ થયેલા યુવાનની સચિન નહેરમાંથી લાશ મળી
- ૩૪ વર્ષનો ગણેશ પાટીલ તા.૧ના રોજ માતાને ફોન કરીને ભાઇના ઘરે જાઉં છું એમ કહ્યા બાદ ઘરે પરત થયો ન હતો
સુરત :
પલસાણાના તુંડી ગામમાં રહેતો યુવાન ત્રણ દિવસ પહેલા ગુમ થઈ ગયો હતો. દરમિયાન શનિવારે બપોરે સચિન વિસ્તારની નહેરમાંથી તેની લાશ મળી આવી હતી.
પલસાણાના તુંડી ગામમાં રાહી લક્ઝરીયામાં રહતો ૩૪ વર્ષનો ગણેશ મઘુકરભાઈ પાટીલે તા.૧લીએ માતાને ફોન કરીને કહું કે ભાઈના ઘરે જાઉં છું. બીજે દિવસે તે ઘરે નહીં જતા તેના પરિવાર અને સંબંધીએ તેની શોધખોળ આદરી હતી. પણ તેની ભાળ નહી મળતા પરિવારના સભ્યોએ ગંગાધરા પોલીસને જાણ કરી હતી. દરમિયાન શનિવારે બપોરે સચિનના તંલગપુર રોડ પર નહેરમાંથી તેની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા ત્યાં ઘસી ગઇ હદતી. આ અંગે તપાસકર્તા સચિન પોલીસના હેડ કોન્સ્ટેબલ સંદિપભાઈએ જણાવ્યું કે, ગણેશની પેન્ટમાંથી પાકીટ મળ્યું હતું. જેમાં આધાર કાર્ડ સહિતના કાગળિયા આધારે તેની ઓળખ થઈ હતી. પગ લપસી જવાથી ડૂબી જવાથી મોત થયું હશે. તે મૂળ મહારાષ્ટ્રનો વતની હતો. તેના બે ભાઈ છે.