Get The App

સુરતમાં ગુમ યુવતીનો નદીમાંથી મળ્યો મૃતદેહ, દિકરી સાથે કંઈ અઘટીત થયું હોવાનો પરિવારનો આરોપ

Updated: Nov 10th, 2024

GS TEAM


Google News
Google News
સુરતમાં ગુમ યુવતીનો નદીમાંથી મળ્યો મૃતદેહ, દિકરી સાથે કંઈ અઘટીત થયું હોવાનો પરિવારનો આરોપ 1 - image


Surat Incident : સુરતમાં 20 વર્ષીય યુવતી ઘરેથી લાપતા થઈ હતી, આ પછી તપાસ કરતાં તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વાલ્મિકી સમાજનો લોકો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચીને ન્યાયની માગ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં 20 વર્ષીય યુવતી લાશ તાપી નદીમાંથી મળી આવી હતી, સમગ્ર ઘટનામાં યુવતી સાથે કઈક અજૂગતું થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. 

આ પણ વાંચો : ગોધરા એસીબીના પોલીસકર્મીનો પાનમ ડેમ પાસેથી મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ

આ મામલે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજ એકઠા થયા હતા અને યુવતીના મૃતદેહને લઈને ન્યાય મેળવવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેમાં પરિવારજનો સહિતના લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, યુવતી સાથે કઈ અઘટીત બનાવ થયો છે, જેમાં યુવતીની હત્યા કરીને તાપી નદીમાં તેને ફેંકી દેવામાં આવી. સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી.

Tags :