Get The App

ધ્રોલ નજીક સણોસરા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના શેઢે ઝાડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં અજ્ઞાત યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ધ્રોલ નજીક સણોસરા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના શેઢે ઝાડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં અજ્ઞાત યુવાનનો મૃતદેહ મળી આવ્યો 1 - image

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામની સીમ વિસ્તારમાં પારસ ભાઈ શિંગાળા નામના ખેડૂતની વાડીના શેઢે એક ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં આશરે 30 થી 35 વર્ષની વયના અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. 

આ બનાવ અંગે નિશાંતસિંહ પૃથ્વીસિંહ જાડેજા નામના ખેડૂતે પોલીસ ને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને અજ્ઞાત યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતકની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.