Get The App

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો 1 - image


Jamnagar GG Hospital : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના વોર્ડ નંબર 10 પાસેથી ગઈકાલે 50 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ બિન વારસી હાલતમાં મળી આવ્યો હતો. 

આ બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. જે.પી.સોઢા જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.