Gujarat

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

By GS TEAM
13 Oct 20251 min read
TukuTouch Logo
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના વોર્ડ નંબર 10 પાસેથી ગઈકાલે 50 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ બિન વારસી હાલતમાં મળી આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

Jamnagar GG Hospital : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના વોર્ડ નંબર 10 પાસેથી ગઈકાલે 50 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ બિન વારસી હાલતમાં મળી આવ્યો હતો. 

આ બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. જે.પી.સોઢા જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.