Get The App

ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર અવાવરુ જગ્યાએથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર અવાવરુ જગ્યાએથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો 1 - image

પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે

લઘુશંકા માટે ગયેલા વૃદ્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા ઃ સારવાર મળે તે પહેલા મોત

ધ્રાંગધ્રાધ્રાંગધ્રાના જોગાસર રોડ પર ગણેશ સોસાયટી વિસ્તારમાં રહેતા ઉપેન્દ્રભાઈ મગનભાઈ ચાંપાનેરી (ઉ.વ.૭૮) ગત સોમવારે રાત્રિના સમયે પોતાના ઘર પાસે અવાવરુ વિસ્તારમાં લઘુશંકા માટે ગયા હતા. જે લાંબો સમય પસાર થવા છતાં પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

શોધખોળ દરમિયાન તેઓ અવાવરુ વિસ્તારમાં બેભાન અવસ્થામાં પડેલા મળી આવ્યા હતા. આ અંગેની જાણ આસપાસના લોકોને થતાં ઉમટી પડયા હતા અને પરિવારજનોને જાણ કરી હતી. ઉપેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે ઉપેન્દ્રભાઈ લાંબા સમયથી બીમાર હતા તેમજ અગાઉ બાયપાસ સર્જરી પણ કરાવેલી હતી. મંગળવારે સવારે તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં રાત્રિના સમયે અવાવરુ વિસ્તારમાં જતી વખતે જમીન પર પટકાતા વૃદ્ધનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. પોલીસે આ બનાવને પગલે હાલ એ.ડી.ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.