ધોળકાના રૃપગઢ નજીક પુલ પરથી યુવકની લટકતી લાશ મળી
આત્મહત્યા
કે હત્યા ? પોલીસે તપાસ હાથ ધરી
મુળ
બિહારનો વતની યુવક રોડ બનાવી એજન્સીમાં હિટાચી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો
બગોદરા
- અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર ધોળકાના રૃપગઢ નજીક પુલ પરથી યુવકની લટકતી
લાશ મળી આવ હતી. પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધોળકા આરોગ્ય
કેન્દ્ર ખાતે મોકલી આપી હતી. યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તેને લઇ
હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ-ભાવનગર
એક્સપ્રેસ હાઈવે પર ધોળકા તાલુકાના રૃપગઢ ગામ નજીક એક પુલ પર સ્ટ્રીટ લાઇટના
થાંભલા સાથે એક યુવાનની લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ
મોટી સંખ્યામાં લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. બનાવની જાણ થતાં કોઠ પોલીસ
ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારી તેનો કબજો લીધો અને
પોસ્ટમોર્ટમ માટે ધોળકા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી.
પોલીસ
તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ અંકિતકુમાર છે અને તે મૂળ બિહારનો
વતની છે. તે હિમાલયા એજન્સીમાં હિટાચી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. આ પુલ નજીક
જ હિમાલયા નામની એજન્સી દ્વારા રોડનું કામ ચાલી રહ્યું છે અને તેનો પ્લાન્ટ પણ
આવેલો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને અંકિતકુમારે આત્મહત્યા કરી છે
કે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં વધુ કાર્યવાહી ચાલી રહી છે.