Get The App

જામનગરના રણમલ તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો: પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના રણમલ તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો: પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ 1 - image

જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાંથી ગઈકાલે એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના રણમલ તળાવમાં જુની આરટીઓ કચેરી નજીકના પાણીના ભાગમાં ગઈકાલે બપોરે 12:00 વાગ્યે એક યુવાન પાણીમાં પડ્યો હોવાની માહિતી મળતાં ત્યાં હાજર રહેલા લોકોએ પાણીમાં ઝંપલાવી તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું. 108ની ટુકડી એ સ્થળ પર આવીને તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.

મૃતકનું નામ સુરેશ બટુકભાઈ વાઘેલા (35) હોવાનું જાણવા મળ્યું છે. 1-8ની ટીમેં પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.