બાયડમાં પૂલ નીચેથી કપડવંજ તાલુકાના શખ્સની લાશ મળી
- લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાઇ
- કપડવંજના ગૌચરના મુવાડાની વ્યકિતની લાશ હોવાનું પ્રાથમિક તપાસમા ખૂલ્યું
બાયડ : બાયડના વારેણા-બોરટીંબા વચ્ચે વરાંસી નદીના પાણીના પ્રવાહમાં ત્રણ યુવકો કોઝવે પરથી તણાયા હતા. જે પૈકી બે યુવકોનો બચાવ થયો હતો. બાયડના આજે શણગાલ પુલ નીચેથી એક લાશ મળી આવી હતી.
બાયડ તાલુકામાં બે દિવસ પહેલા ભારે વરસાદ પડયો હતો. વારંણા- બોરટીંબા વચ્ચે વરાંસી નદીના પાણીના પ્રવાહમાં બાઇક પર સવાર ત્રણ યુવાનો કોઝવે પરથી પાણીમાં તણાયા હતા. જે પાકીના બે યુવાકનોને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. જયારે એક યુવાન લાપત્તા થયો હતો. આજે શણગાલ પુલ નીચેથી એક લાશ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. આ લાશ કપડવંજના ગૌચરના મુવાડાનો વિક્રમભાઇ ઝાલાની હોવાથી પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.