કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં
અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલાં
શહેરમાં એક સાથે બંનેની અંતિમ યાત્રા નિકળતાં સૌની આંખોમાં
આંસુનું દરિયો છલકાયો ઃ મૃતકના પરિવારજનોનો હૈયાફાટ વિલાપથી ગમગીની છવાઇ
કલોલ : અમદાવાદમાં થયેલ હૃદય દ્રાવક વિમાની દુર્ઘટનામાં કલોલના દંપત્તિનું મોત થયું હતું વિમાન અકસ્માતમાં મોતને ભેટેલા મુસાફરોના મૃતદેહો ગંભીરપણે સળગી ગયા હોય તેમના ડી એન એ મેચ કરવામાં આવ્યા હતા કલોલના દંપત્તિનું ડીએનએ સેમ્પલ મેચ થતાં તેમની લાશો પરિવારજનોને સોંપવામાં આવી હતી આ બંનેની લાશો કલોલમાં લાવવામાં આવી હતી અને તેમના ઘરેથી બંનેની અર્થી કલોલ સ્મશાન ખાતે લઈ જવામાં આવી હતી તેના પગલે હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી પરિવારજનોએ બંનેની અંતિમ ક્રિયા કરી હતી
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં આવેલ વર્ધમાન નગરમાં રહેતા પિનાકીનભાઈ શાહ અને તેમના પત્ની રૃપાબેન શાહ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નીકળ્યા હતા તેઓ ત્યાં બે મહિના રોકાવાના હતા તેમના દીકરા ઋષભ અને પુત્રવધુ હિમાનીને મળવા માટે તેઓ જઈ રહ્યા હતા બપોરે એર ઇન્ડિયાની ફ્લાઈટ થી લંડન પહોંચવાના હતા તે પહેલા અમદાવાદમાં સર્જાયેલ વિમાની અકસ્માતમાં બંનેનું મોત થયું હતું વિમાનમાં સવાર મુસાફરો ના મોત થયા હતા તેમના મૃતદેહો એ હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ થઈ હતી તેથી તમામ મુસાફરોના ડીએનએ સેમ્પલ લેવાયા હતા અને સેમ્પલો મેચ થતાં તેમના મૃતદેહો સોંપવામાં આવ્યા હતા કલોલના દંપત્તિના પણ ડીએનએ સેમ્પલ મેચ તથા તેમના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા આજે સવારે બંનેની લાશો તેમના નિવાસ્થાને લાવવામાં આવી હતી ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પરિવારજનોએ કરુણ કલ્પાંત કરી મુકતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા એક સાથે બે અર્થી ઉઠતા હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.