બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજરે 2.92 કરોડની ઉચાપત કરી
વડોદરાઃ બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજરે પોતાના પરિવારજનોના એકાઉન્ટમાં રૃ.૨.૯૨કરોડ ટ્રાન્સફર કરી ઉચાપત કરતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
બેન્ક ઓફ બરોડામાં આઉટસોર્સનું કામ કરતી ગાંધીનગરની બરોડા ગ્લોબર શેર્ડ સર્વિસીસ લિ.ના વાઇસ પ્રેસિડન્ટ પ્રિન્સપાલ સિંઘે પોલીસને કહ્યું છે કે,અલકાપુરી ખાતેના બેન્ક ઓફ બરોડાના ભવનમાં સિનિયર મેનેજર તરીકે મૃગેશ ચન્દ્રકાન્ત ભટ્ટ(સાંઇધામ સોસાયટી,ખોડિયારનગર,વડોદરા)ને મુકવામાં આવ્યા હતા.
તેમણે તા.૨-૭-૨૪ થી ૩૦-૭-૨૪ દરમિયાનની ફરજ વખતે એકાઉન્ટ જનરલ લેજર માં બનાવટી ડેબિટ એન્ટ્રીઓ પાડી હતી અને તેમના તેમજ તેના માતા-પિતાના એકાઉન્ટમાં કુલ રૃ.૩.૯૪ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.
તેમના કરતૂત ખુલ્લા પડતાં ભૂલ કબૂલી હતી અને રૃ.૧.૦૨ કરોડ ભરપાઇ કર્યા હતા.જ્યારે,બાકીના રૃ.૨.૯૨કરોડ હજી ચૂકવ્યા નથી.જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.