Gujarat
જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવાઈ
By GS TEAM
27 Mar 20261 min read
બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફીસરીઝ એક્ટની કલમ 21 (1) ચ મુજબ ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફીસરીઝ એક્ટની કલમ 21 (1) ચ મુજબ ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર નજીક બેડી વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો અનીશ ગનીભાઈ સચડા નામનો માછીમાર વાઘેર યુવાન, કે જેણે પોતાની 'અલ જોહરા' નામની રજીસ્ટ્રેશન વાળી માછીમારી બોટ, કે જેના ઉપર કોઈપણ પ્રકારનું નામ લખાણ કે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વગર જામનગરના જુના બંદરે માછીમારી કરતાં પકડાયો હતો.
આથી બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલે તેની સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફીસરીઝ એક્ટની કલમ 21 (1) ચ મુજબ ગુનો નોંધ્યો છે, અને તેની માછીમારી બોટ કબજે કરી લીધી છે.








