જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે થયો પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે, ત્યારે જામનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 15,016 પરીક્ષાર્થીઓ પૈકી આજે સવારે ધોરણ 10 નું ભાષાનું પેપર લેવાયું હતું, જેમાં કુલ 14,767 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા, જ્યારે 249 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસની પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.
ધોરણ 10માં ગુજરાતી વિષયમાં 12,617 વિદ્યાર્થીઓ પૈકી 223 ગેરહાજર રહ્યા હતા, હિન્દી ભાષામાં નોંધાયેલા 90 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા, અને અંગ્રેજી ભાષાના પેપરમાં નોંધાયેલા 2060 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ મળી કુલ 2049 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતી માધ્યમમાં 'સંસ્કૃત પ્રથમા' ના પેપરમાં કુલ 42 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તમામ વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી છે પ્રથમ દિવસની પરીક્ષામાં એક પણ કોપી કેસ નોંધાયો નથી, અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ થયો છે.









