ભાવનગરમાં 4 થી વધુ સ્થળોએ આજે રકતદાન કેમ્પ યોજાશે
- યુદ્ધ વિરામની જાહેરાત છતાં ક્રાર્યક્રમ યથાવત રહેશે
- ક્રેસંટ, ઘોઘાગેટ, મોતીબાગ ટાઉનહોલ, વાઘાવાડી રોડ અને વલ્લભીપુરમાં રકતદાન કેમ્પ યોજાશે
શહેરના સેેતુબંધ માણેકવાડી મિત્ર મંડળના ઉપક્રમે એક બોટલ દેશ કે નામ શિર્ષક તળે આવતીકાલ તા.૧૧ને રવિવારે સાંજે ૫ થી રાત્રીના ૯ સુધી સર પટ્ટણી રોડ પર ક્રેસંટ સર્કલ પાસેના શિવશકિત હોલમાં મહા રકતદાન કેમ્પ યોજાશે. તેમજ રવિવારે સવારે ૯ થી ૨ દરમિયાન શહેરના મોતીબાગ ટાઉનહોલમાં શહેર ભાજપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. તેમજ ગોલ્ડન ગુ્રપ ઓફ ભાવનગર, બિઝનેસ સેન્ટર વેપારી એસોસીએશન અને સર ટી. હોસ્પિટલની બ્લડ બેન્કના સહયોગથી રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી શહેરના ઘોઘાગેટ પોલીસ ચોકી સામે આવેલ બિઝનેસ સેન્ટર પાસે રકતદાન શિબિર યોજાશે. આ ઉપરાંત રોટરી કલબ ભાવનગર રોયલ તથા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી શહેરના વાઘાવાડી રોડ પર ઓનેસ્ટ રેસ્ટોરન્ટ પાસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ ઉપરાંત સ્થાનિક રહિશો દ્વારા સર ટી. હોસ્પિટલની બ્લડ બેન્કના સહયોગથી આવતીકાલ તા.૧૧ ને રવિવારે સવારે ૯ થી ૧૨ વલ્લભીપુરમાં આવેલ જી.એન.ગોટી કેન્દ્રવર્તી શાળા નં.૧ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.