Gujarat
ધોળકામાં રક્તદાન શિબિરનું આયોજન
By GS TEAM
19 Aug 20251 min read

બગોદરા
-૧૫મી
ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ અને પાર્શ્વનાથ આંબેડકર સર્કલ ખાતે
વિશ્વ વિભૂતિ ડા. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાના અનાવરણના સાત વર્ષ પૂર્ણ
થવાના અવસરે, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક રક્તદાન
શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવમા રક્તદાન કેમ્પમાં સમાજના યુવાનોએ
ઉત્સાહપૂર્વક ભાગ લઈને કુલ ૩૨ બોટલ રક્ત એકત્ર કર્યું હતું.









