જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો: 321 બોટલ રક્ત એકત્ર થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પી. આઈ. એન.એમ. શેખ અને તેઓની સમગ્ર પોલીસ ટિમ દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયા સામે લડી રહેલા બાળકો તેમજ ગરીબ બાળકો માટે જીવન રક્ષક પહેલ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 321 લોકોએ ભારે ઉત્સાહ પૂર્વક રક્તદાન કર્યું હતું, જે રક્ત એકત્ર કરી ને શહેર જિલ્લાના થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના ઉપયોગ માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્કમાં જમા કરવામાં આવ્યું હતું.
જામનગરના ખીજડીયા બાયપાસ રોડ પાસે આવેલ રોયલ રિસોર્ટ ખાતે પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ના સમગ્ર સ્ટાફ દ્વારા જી.જી.હોસ્પિટલ અને જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અને એચડીએફસી બેંકના સહયોગથી બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, અને શહેર વિભાગના ડીવાયએસપી જ્યેન્દ્રસિંહ ઝાલા, તેમજ એસ ઓ જી ના પી.આઈ. બી એન ચૌધરી, પંચકોશી એ. ડિવિઝન ના પીઆઈ એમ.એન.શેખ તેમજ અન્ય પી.એસ.આઇ, પોલીસ હેડ કોન્સ્ટેબલ, અને પોલીસ કોન્સ્ટેબલ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં 321 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્ત થેલેસેમિયા સામે લડી રહેલા બાળકો તેમજ ગરીબ બાળકો માટે જીવન રક્ષક બની રહેશે. આ રકત તેવા બાળકોને જ આપવા માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ની બ્લડ બેન્કમાં જમા કરાવાયું છે.








