Gujarat

ગામડાં કરતાં શહેરોમાં BLOની ઊંઘ વધુ હરામ, સહકાર પણ ઓછું મળતું હોવાના દાવા

By GS TEAM
2 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતના 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે SIRની કામગીરીમાં જોડાયેલા 50,963 BLOમાંથી હજ્જારો BLOએ અનિંદ્રાની ફરીયાદો પણ કરી છે. 90 ટકા શિક્ષકો આ કામગીરી સાથે જોડાયેલા છે. મોડી રાત્રે 2 વાગ્યા સુધી કામ કર્યા પછી ફરી પાછા વહેલી સવારે લાગી જવાની અણઘડ સિસ્ટમથી છેલ્લા અનેક દિવસોથી હજ્જારો BLO સ્લીપલેસ રાતો કાઢી રહ્યા છે. આખી રાત SIRની કામગીરી, સતત પ્રવાસ અને કામ પૂરું કરવાનું ભારણ આ ત્રણેય કારણોને લીધે BLOની ઊંઘ મેડિકલી હરામ થઈ ગઈ છે. ખાસ કરીને ગામડાં કરતાં શહેરોમાં વધુ ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે. ધીમા સર્વર અને લોકોના મંદ પ્રતિસાદને કારણે અનેક BLO રાત્રે સૂઈ શક્તા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગામડાં કરતાં શહેરોમાં BLOની ઊંઘ વધુ હરામ, સહકાર પણ ઓછું મળતું હોવાના દાવા
AI IMAGE

BLO News: ગુજરાતના 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે SIRની કામગીરીમાં જોડાયેલા 50,963 BLOમાંથી હજ્જારો BLOએ અનિંદ્રાની ફરીયાદો પણ કરી છે. 90 ટકા શિક્ષકો આ કામગીરી સાથે જોડાયેલા છે. મોડી રાત્રે 2 વાગ્યા સુધી કામ કર્યા પછી ફરી પાછા વહેલી સવારે લાગી જવાની અણઘડ સિસ્ટમથી છેલ્લા અનેક દિવસોથી હજ્જારો BLO સ્લીપલેસ રાતો કાઢી રહ્યા છે. આખી રાત SIRની કામગીરી, સતત પ્રવાસ અને કામ પૂરું કરવાનું ભારણ આ ત્રણેય કારણોને લીધે BLOની ઊંઘ મેડિકલી હરામ થઈ ગઈ છે. ખાસ કરીને ગામડાં કરતાં શહેરોમાં વધુ ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે.  ધીમા સર્વર અને લોકોના મંદ પ્રતિસાદને કારણે અનેક BLO રાત્રે સૂઈ શક્તા નથી. 

અમદાવાદના એક આધેડ BLOએ જણાવ્યું હતું કે અમે કેટલાંય દિવસોથી સૂતા જ નથી. તેની સીધી અસર આરોગ્ય પર પડી છે. સ્હેજ પણ ફરીયાદ કરીએ તો પગલાં લેવાની વાત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં પાંચ BLO ઓછી ઊંઘના કારણે હાર્ટ એટેકમાં મૃત્યુ પામ્યા છે. તેમના હાર્ટ એટેકનું કારણ કામનું વધુ ભારણ હતું. મહેસાણા અને સુરતમાં સંખ્યાબંધ BLOએ અનિંદ્રાની ફરીયાદ કરી છે. 19 દિવસમાં આખા દેશમાંથી 19થી વધુ BLOના મૃત્યુ થયા છે. ગુજરાતમાં 20 જેટલા BLO હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. સરકાર દ્વારા BLOની કામગીરી માટે જારી કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર પર રોજના 22થી વધુ ફોન કોલ્સ માનસિક તણાવ અને અનિંદ્રાના આવે છે. 

પોતાની આપવીતી સંભળાવતાં એક BLO જણાવે છે કે કોઈપણ સોસાયટીમાં જઈએ છીએ તો લોકોને જાણે કશું જ ના પડી હોય તેવું વર્તન કરે છે તો બીજી તરફ અમારી રાતોના ઉજાગરા સાથે અમારી સામે કડક પગલાં લેવાની માનસિક ઘમકીઓએ અમને પરિવારથી સાવ અલગ કરી નાંખ્યા હોય તેવો છેલ્લા વીસ દિવસથી સતત અહેસાસ થાય છે.

BLOના એક સુપરવાઈઝર જણાવે છે કે શહેર કરતાં ગામડાની કામગીરી ઝડપથી એટલા માટે થાય છે કારણ કે લોકો સહાનુભૂતિથી કામ પૂરું કરાવવામાં મદદ કરે છે. પરંતુ શહેરના ભણેલા ગણેલા લોકો આ કામ સરકારી કામ ગણીને ત્રણ ધક્કા વધુ ખવરાવે છે. હાલમાં શહેર કરતાં ગામડામાં SIRની કામગીરી ઝડપથી થઈ રહી છે.