વાઘોડિયા રોડ પર ફ્લેટમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ: મકાન માલિક દાઝયા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલા સુંદરમ ફ્લેટના પહેલા માળે અગમ્ય કારણોસર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેમાં મકાન માલિક ગંભીર રીતે દાઝી ગયા હોય તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રચંડ ધડાકાના અવાજના કારણે સ્થાનિક લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ધડાકાના કારણે કોઈ જાનહાનિ તો થવા પામી નથી પરંતુ ઘરવખરી સહિતના સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
વાઘોડિયા રોડ પર આવેલા વૈકુંઠ ચાર રસ્તા પાસે સુંદરમ આઈકન ફ્લેટમાં પહેલા માળે મકાનમાં આજે અગમ્ય કારણોસર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટ નો અવાજ એટલો પ્રચંડ હતો કે સોસાયટીમાં રહેતા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. આ લોકોમાં ધડાકાના લઈને ભયનો માહોલ પણ ફેલાયો હતો. પાડોશીઓ મોટી સંખ્યામાં પહેલા મારે રહેતા મકાનમાલિક ના ઘરે દોડી ગયા હતા ત્યારે મકાન માલિક ધડાકા ના કારણે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમને સ્થાનિક લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધડાકાને કારણે તમામ ઘરવખરી સહિતના સામાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
મકાનમાં થયેલો ધડાકો ગેસ લાઇનને કારણે થયો હોવાનું પ્રાથમિક માહિતી દ્વારા જાણવા મળે છે.