Get The App

વઢવાણ અને મુળી તાલુકામાં બ્લેકટ્રેપ અને સાદી રેતીના ખનનનો પર્દાફાશ

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
વઢવાણ અને મુળી તાલુકામાં બ્લેકટ્રેપ અને સાદી રેતીના ખનનનો પર્દાફાશ 1 - image


વઢવાણના ઈન્ચાર્જ પ્રાંત અધિકારીના દરોડા 

ઓવરલોડ ૧૯ ડમ્પર, એક જેસીબી, બ્લેક્ટ્રેપ, સાદી રેતી સહિત ૭.૭૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો 

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને મૂળી તાલુકાના ગામોમાંથી ગેરકાયદે બ્લેકટ્રેપ અને સાદી રેતીનું ખનન પર અધિકારીઓએ દરોડા પાડયા હતા અને બ્લેકટ્રેપ અને સાદી રેતીનું વાહન કરતા ૧૯ ઓવરલોડ ડમ્પર અને એક જેસીબી જપ્ત કર્યું હતું. વાહનો, બ્લેકટ્રેપ સહિત ૭.૭૩ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. જવાબદારો સામે દંડનીય સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

વઢવાણ તાલુકાના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી સહિતની સંયુક્ત ટીમો દ્વારા ચોટીલા તેમજ વઢવાણ તાલુકાની હદમાં આવેલા અલગ-અલગ સ્થળો પર રાતભર ચેકીંગ તેમજ તપાસ હાથધરી હતી.

જે દરમિયાન નેશનલ હાઈવે પર, બલદાણા, ફુલગ્રામ, સીધ્ધસર, શેખપર, પલાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ તેમજ રેઈડ કરતા ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજસંપતિ ભરેલ ૧૯ ડમ્પર તેમજ એક જેસીબી મશીન સહિત કુલ ૨૦ વાહનોને કબ્જે કર્યા હતા. ઓવરલોડ ખનીજ બ્લેકટ્રેપ તેમજ સાદી રેતી ભરેલ ડમ્પરો સહિત કુલ રૃા.૭,૭૩,૩૦,૫૦૧નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથધરવામાં આવી છે તેમજ તમામ વાહનમાલીકો સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

 અધિકારીઓની દરોડામાં ઝડપાયેલા ડમ્પરો અને માલિકના નામ અને સ્થળની વિગત

ક્રમ વાહન વાહનમાલીક સીઝ કરેલો સ્થળ રકમ

 (૧) ડમ્પર જીતુભા જાડેજા (વઢવાણ) બ્લેક ટ્રેપ બલદાણા ૩૫,૧૭,૫૦૦

(૨) ડમ્પર આપાભાઈ સુદામડાવાળા બ્લેક ટ્રેપ બલદાણા ૪૫,૧૨,૦૦૦

(૩) ડમ્પર જીતુભા જાડેજા (વઢવાણ) બ્લેક ટ્રેપ બલદાણા ૩૫,૧૭,૫૦૦

(૪) ડમ્પર દેવાભાઈ જોગારાણા બ્લેક ટ્રેપ ફુલગ્રામ ૩૫,૧૬,૫૦૦

(૫) ડમ્પર દેવાભાઈ પુનાભાઈ જોગરાણા બ્લેક ટ્રેપ ફુલગ્રામ ૩૫,૧૬,૫૦૦

(૬) ડમ્પર હિમાંશુભાઈ પટેલ બ્લેક ટ્રેપ લખતર ૪૫,૧૭,૫૦૦

(૭) ડમ્પર જીતેન્દ્રભાઈ પટેલ સાદી રેતી દર્શન હોટલ પાસે ૫૦,૨૦,૦૦૦

(૮) ડમ્પર દેવાભાઈ પુનાભાઈ જોગરાણા બ્લેક ટ્રેપ ફુલગ્રામ ૩૫,૧૭,૫૦૦

(૯) ડમ્પર વિજયભાઈ સાદી રેતી દર્શન હોટલ પાસે ૪૫,૧૮,૫૦૦

(૧૦) ડમ્પર સોનુભાઈ પંજાબી બ્લેક ટ્રેપ સિધ્ધસર તા.મુળી ૩૦,૧૦,૨૮૦

(૧૧) ડમ્પર સોનુભાઈ પંજાબી બ્લેક ટ્રેપ સિધ્ધસર તા.મુળી ૪૦,૧૨,૮૦૦

(૧૨) ડમ્પર જગાભાઈ જશાપરવાળા બ્લેક ટ્રેપ સિધ્ધસર તા.મુળી ૪૦,૧૭,૬૩૦

(૧૩) ડમ્પર ધર્મેશભાઈ સીંધવ બ્લેક ટ્રેપ સિધ્ધસર તા.મુળી ૩૦,૧૫,૧૭૫

(૧૪) ડમ્પર કમલેશભાઈ ચૌધરી બ્લેક ટ્રેપ સિધ્ધસર તા.મુળી ૪૦,૨૬,૧૫૦

(૧૫) ડમ્પર શૈલેષભાઈ સુગાળા બ્લેક ટ્રેપ સિધ્ધસર તા.મુળી ૩૫,૦૦,૦૦૦

(૧૬) ડમ્પર શૈલેષભાઈ રાજપૂત બ્લેક ટ્રેપ શેખપર ૪૦,૦૯,૧૧૦

(૧૭) ડમ્પર અક્ષયભાઈ માલકીયા સાદી રેતી સાંગણી પુલ નીચે ૩૫,૩૦,૦૦૦

(૧૮) ડમ્પર જયરાજભાઈ પરમાર સાદી રેતી ચોટીલા પો.ચોકી ૩૫,૩૧,૦૦૦

(૧૯) ડમ્પર ગંભીરસિંહ ગોહિલ સાદી રેતી નાના કાંધાસર રોડ ૨૫,૨૩,૮૫૬

(૨૦) જેસીબી સીંધાભાઈ ભરવાડ ખોકામ કરતા પલાસા ૬૦,૦૦,૦૦૦


Tags :