Get The App

ધોળકાના કાઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
ધોળકાના કાઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું 1 - image


- વાહને અડફેટે લીધાની આશંકા

- બાવળા બાદ અમદાવાદના પશુ ચિકિત્સાલયમાં કાળિયારને સારવાર માટે ખસેડાયું

ધોળકા : ધોળકાના કોઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. ઇજાગ્રસ્ત કાળિયારને બાવળાન પશુ ચિકિત્સાલયમાં પ્રાથમિક સારાવર આપ્યા બાદ અમદાવાદના પશુ ચિકિત્સાલયમાં કાળિયારને સારવાર માટે ખસેડાયું હતું.

બાવળા તાલુકાના ગાંગડ ગામથી ધોળકા તાલુકાના કોઠ ગામ તરફના રોડ ઉપર ગત રાત્રિના સમયગાળા દરમિયાન એક ઇજાગ્રસ્ત હાલતમાં કાળિયાર હરણ તરફડિયા મારી રહ્યું હતું. દરમિયાન કોઠ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી જયેન્દ્રીબેહેન બાવળા તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની નજર તરફડીયા મારતા કાળિયાર પર પડતા તેનો જીવ બચાવવા બાવળાના જીવદયાપ્રેમીને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જીવદયાપ્રેમી શખ્સે કાળિયારનો જીવ બચાવવા માટે પોલીસકર્મીની મદદ લઇ તાત્કાલિક ઇજાગ્રસ્ત કાળિયારને રિક્ષામાં બાવળાની વેટરનરી હોસ્પિટલમાં મોડી રાત્રે લાવ્યા હતા. જ્યા ફરજ પરના પશુચિકિત્સકએ પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ તબિયતમાં કોઇ સુધારો નહીં જણાતા વધુ સારવાર માટે અમદાવાદના પશુ ચિકિત્સાલયમાં લઇ જવાની ફરજ પડતા અમદાવાદની વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરનો સંપર્ક કરી રેસ્ક્યૂ વાનની માંગણી કરી હતી પરંતુ યોગ્ય ઉત્તર મળ્યો નહતો. વાઇલ્ડ લાઇફ કેરમાં આ ઘટના બાબતે જાણ કરતા તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક આર.એફ.ઓ. (વન વિભાગ અધિકારી) ત્યાં આવશે પછી અમે ઇજાગ્રસ્ત કાળિયારને લેવા માટે આવીશું. દરમિયાન વન વિભાગ અધિરકારી પણ સમયસર પહોંચ્યા નહતા. બીજી બાજુ કાળિયારની તબિયત લથડતા  મોડી રાત્રે અમદાવાદના પશુ ચિકિત્સાલયમાં લઇ જવાની ફરજ પડી હતી.

Tags :