Get The App

શહેરના મોટાભાગના વિસ્તારોમાં સાયરનો ગૂંજી ઉઠયા બાદ અડધો કલાક સુધી અંધારપટ

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
શહેરના મોટાભાગના વિસ્તારોમાં સાયરનો ગૂંજી ઉઠયા બાદ અડધો કલાક સુધી અંધારપટ 1 - image

વડોદરાઃ ભારતે એક તરફ મંગળવારની મધરાતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે એરસ્ટ્રાઈક કરી હતી અને બીજી તરફ મંગળવારે રાત્રે આખા દેશની જેમ વડોદરામાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવાની તૈયારીના ભાગરુપે રાત્રે ૭-૩૦ થી ૮ દરમિયાન બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી.

વડોદરામાં તંત્રે લોકોને આ સમયગાળા દરમિયાન લાઈટો બંધ રાખવા માટે અપીલ કરી હતી અને તેનું મોટાભાગના નાગરિકોએ દેશદાઝ બતાવીને પાલન કર્યું હતું. સોશિય મીડિયા પર પણ લોકોએ બ્લેક આઉટ રાખવા માટે અપીલ કરી હતી.જેના પગલે આખા શહેર પર અડધો કલાક માટે અંધારાની ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.આશ્ચર્યની વાત એ હતી કે, એરપોર્ટ સર્કલ પાસે કોર્પોરેશનના હોર્ડિંગની જ એલઈડી લાઈટ ચાલું જોવા મળી હતી.સંખ્યાબંધ જગ્યાએ બહુમાળી ઈમારતો પર લગાડાયેલા સાઈન બોર્ડ અને હોર્ડિંગ્સ પરની લાઈટો પણ ચાલુ હતી.

સાઈરન વાગે અને સાયરન પૂરી થાય ત્યાં સુધી વાહન ચાલકોએ પણ રસ્તાની સાઈડ પર વાહન પાર્ક કરીને અને લાઈટ બંધ કરીને ઉભું રહી જવાનું હોય છે પણ બ્લેક આઉટ દરમિયાન શહેરમાં વાહનોની લાઈટો ભાગ્યે જ કોઈએ બંધ કરી હતી.શહેરમાં આજે ૪૫ જગ્યાએ સાયરન વાગવાના હતા.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં ૧૯૭૧ના યુધ્ધ વખતે બ્લેક આઉટનો અમલ કરાયો હતો અને આજના અંધારપટે જૂની પેઢીને એ દિવસોની યાદ તાજી કરાવી દીધી હતી.


Tags :