Get The App

છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં ભાવનગરના વતની બ્લેક કોબ્રા કમાન્ડો શહીદ

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં ભાવનગરના વતની બ્લેક કોબ્રા કમાન્ડો શહીદ 1 - image


Naxal Attack News |  છત્તીસગઢમાં નક્સલવાદીઓનો જડમૂળથી સફાયો કરવા માટે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ અને સીઆરપીએફ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને સીઆરપીએફમાં બ્લેક કોબ્રા કમાન્ડો તરીકે દેશસેવા કરી રહેલા જવાન શહીદ થયા હતા.

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન મેહુલ નંદલાલ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા.

ઉલેલેખનીય છે કે, સિહોરના દેવગાણાના વતની અને અપરણિત જવાન મેહુલભાઈ છેલ્લાં 10 વર્ષથી સૈન્યમાં જોડાયેલાં હતા.શહીદ જવાનની વીરગતિની જાણ દેવગાણા સ્થિત તેમના પરિવારને થતાં સમગ્ર સોલંકી પરિવાર પર આભ તૂટી પડયું હતું. જયારે,ગામમાં પણ શોક છવાઈ ગયો હતો.

શહીદના પાર્થિવદેહને શુક્રવારે ચંદીગઢથી પ્લેન મારફતે અમદાવાદ લવાશે. ત્યાંથી સાંજના સમયે બાયરોડ તેમના વતન દેવગાણા લાવી સૈન્ય સન્માન સાથે અંતિમવિધ કરવામાં આવશે. દરમિયાનમાં બ્લેક કોબ્રા કમાન્ડો શહીદ થયાના વાયુવેગે સમાચાર પ્રસરતા દલિત સમાજના આગેવાનો, યુવાનો સહિતનાઓ મોટી સંખ્યામાં દેવગાણા દોડી ગયા હતા. અને પરિવારને સાંતવ્ના આપી હતી. વીર શહીદની અંતિમયાત્રામાં વિશાળ સ્ખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો, યુવાઓ અને ગ્રામજનો જોડાશે.

Tags :