Get The App

8 વર્ષમાં ભાજપના કરોડોપતિ ઉમેદવારની જંગમ મિલ્કત બમણી

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
8 વર્ષમાં ભાજપના કરોડોપતિ ઉમેદવારની જંગમ મિલ્કત બમણી 1 - image


વિસાવદર પેટા ચૂંટણીનાં સોગંદનામાં મુજબનું સરવૈયું કિરીટ પટેલ પાસે 18.58 કરોડની સ્થાવર મિલ્કત, બેંકમાં 1 કરોડની ફિક્સ ડિપોઝિટ  છતાં એકપણ વાહન પોતાનાં નામનું નથી

જૂનાગઢ, : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર સાથે સોગંદનામા કર્યા છે. જે મુજબ ભાજપના ઉમેદવારની જંગમ મિલ્કતમાં 8 વર્ષમાં 2 ગણો વધારો થયો છે. જ્યારે સ્થાવર મિલ્કત પણ ત્રણેક કરોડ જેટલી વધી છે. 1 કરોડની બેંકમાં એફડી છે તેમજ એકપણ વાહન તેના નામનું ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે 2016ની ચૂંટણી વખતે જે સોગંદનામું રજુ કર્યું હતું તે મુજબ તેના હાથ પર રોકડ 8,27,694 દર્શાવી હતી. તેમજ પત્નીના નામે 33,754 જ્યારે આ વખતે પોતાના હાથ પરની રોકડ  9,67,084 અને પત્નીના નામે 35,781 એ જ રીતે 2017માં બેંકમાં 31,98,888 તેમજ પત્નીના નામે 7,08,598 દર્શાવ્યા હતા. જ્યારે આ વખતે બેંક ખાતામાં 1 કરોડની એફડી ઉપરાંત અલગ-અલગ ચાર બેંકમાં 15000થી માંડી 4.09 લાખ દર્શાવ્યા છે. 178 ગ્રામ પોતાનું અને 80 ગ્રામ પત્નીના નામે  સોનું મળી કુલ 12,49,35,846 પોતાના નામે તથા 69,14,423ની જંગમ મિલ્કત પત્નીના નામે દર્શાવી છે. વર્ષ 2017માં પોતાના નામે 15,14,13,791 અને પત્નીના નામે 1,98,85,250 સ્થાવર મિલ્કત દર્શાવી હતી. જ્યારે આ વખતે પોતાના નામની 1,85,85,9525 અને પત્નીના નામે 1,98,85,250 ની સ્થાવર મિલ્કત હોવાનો ઉલ્લેખ કર્યો છે. આમ, 8 વર્ષમાં ભાજપના ઉમેદવારની જંગમ મિલ્કત બેગણી થઈ છે જ્યારે સ્થાવર મિલ્કતમાં 3 કરોડ જેટલો વધારો થયો છે. 2017માં દેવુ 33.54 લાખ હતું તે આ વખતે 45.10 લાખ દર્શાવ્યું છે. 2017માં 3 વાહન દર્શાવ્યા હતા, આ વખતે એકપણ વાહન દર્શાવ્યું નથી. કિરીટ પટેલ સામે 2017ના વર્ષમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો.

Tags :