Gujarat

છોટા ઉદેપુર: ભાજપ સાંસદ, પુત્ર અને તાલુકા પ્રમુખ સામે પોલીસ કેસ, જીતની ઉજવણીમાં બંદૂક લહેરાવવી પડી ભારે

By GS TEAM
29 May 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિજય સરઘસ અને ઉજવણી દરમિયાન હથિયારોના પ્રદર્શનનો એક સળગતો મામલો સામે આવ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જીત બાદ બંદૂક સાથે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થવાની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે ભાજપના સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર અને ભાજપના જ તાલુકા પ્રમુખ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: ભાજપ સાંસદ, પુત્ર અને તાલુકા પ્રમુખ સામે પોલીસ કેસ, જીતની ઉજવણીમાં બંદૂક લહેરાવવી પડી ભારે

Case Filed Against BJP MP Jashu Rathwa In Chhota Udepur: છોટા ઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિજય સરઘસ અને ઉજવણી દરમિયાન હથિયારોના પ્રદર્શનનો એક સળગતો મામલો સામે આવ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જીત બાદ બંદૂક સાથે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થવાની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે ભાજપના સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર અને ભાજપના જ તાલુકા પ્રમુખ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


વિજયાદશમીની ઉજવણી ભારે પડી: શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી બાદ છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા હતા. આ જીતની ખુશી મનાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ વિજયોત્સવ દરમિયાન કાયદા-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સાંસદ, તેમના પુત્ર અને સ્થાનિક નેતાઓ જાહેરમાં બંદૂક  સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ વિપક્ષ અને સ્થાનિક જનતામાં તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા હતા. મામલાની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ પોલીસે સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુક પ્રમુખ રમેશ રાઠવા સામે  ગુનો નોંધવાની ફરજ પડી છે.


આ નેતાઓ સામે ગુનો દાખલ થતાં જ છોટા ઉદેપુર સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પક્ષના આંતરિક વર્તુળોમાં પણ આ ઘટનાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે જવાબદાર હોદ્દા પર બેઠેલા નેતાઓ દ્વારા આવી બેદરકારી કેમ દાખવવામાં આવી.