Get The App

VIDEO: અમદાવાદમાં ભાજપ MLA-કોર્પોરેટરને રોષે ભરાયેલા સ્થાનિકોએ ઘેર્યા, જોવા જેવી થઈ

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: અમદાવાદમાં ભાજપ MLA-કોર્પોરેટરને રોષે ભરાયેલા સ્થાનિકોએ ઘેર્યા, જોવા જેવી થઈ 1 - image


Ahmedabad News: અમદાવાદના નિકોલમાં સ્થાનિકોએ દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલનો ઘેરાવ કર્યો હતો. તે ચાર કોર્પોરટેરો સાથે લોકોની સમસ્યા સાંભળવા નીકળ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના કામો ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈને નિકોલના કોર્પોરેટર બલદેવ પટેલ ઉગ્ર થતાં મામલો ગરમાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.



કોર્પોરેટરો ફોન ના ઉપડતાં હોવાનો સ્થાનિકોએ આરોપ

મળતી માહિતી અનુસાર, અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો બળદેવ પટેલ, દિપક પંચાલ, ઉષા રોહિત, વિલાસ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારો સ્થાનિકોની સમસ્યા જાણવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન નિકોલના અમર જવાન સર્કલ પાસે સ્થાનિક લોકોએ રોડ-રસ્તા, ગટર ઉભરાવવાની સમસ્યા, પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા, વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલો પૂછ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટરો ફોન ના ઉપડતાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. જેને કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર થઈ ગયા હતા અને ઉગ્ર ભાષામાં લોકો સાથે વાત કરી હતી. જોકે, આ ઘટના બાદ લોકોને મળ્યા વિના ભાજપના નેતાઓ ફોટો પડાવીને નીકળી ગયા હતા. 

અગાઉ ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા સામે લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી

ઉલ્લેખનીય છે કે, અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલાને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હોવાની ઘટના બની હતી. સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતાં હોવાને લઈને ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી. અસારવાની જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબહેન અને સ્થાનિક શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા અને તેઓએ રજૂઆત કરી હતી કે રોડ, પાણી, ગટરના કોઈ કામો થતા નથી.


Tags :