Get The App

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ, વિપક્ષે સરકાર પર ધોયા માછલા, ગરમાયું રાજકારણ

Updated: Jan 22nd, 2025

GS TEAM

Google News
Google News
ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ, વિપક્ષે સરકાર પર ધોયા માછલા, ગરમાયું રાજકારણ 1 - image

Junagadh News : રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોવાના ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યા છે. જેમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અને પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થવાના ગુજકોમાસોલ (ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ) પર આરોપ લગાવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યના આક્ષેપ મામલે ગુજકોમાસોલના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. જ્યારે ગુજકોમાસોલના એક કર્મચારીએ ધારાસભ્યના આક્ષેપને લઈને કોર્ટ સમક્ષ 1 કરોડના માનહાનિનો દાવો કરવાનું કહીને તપાસ કરવા કહ્યું. રાજકોટમાં મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 'આ મુદ્દે ફરિયાદની ગ્રેવિટી જોયા બાદ કાર્યવાહી કરાશે.'

ભાજપના ધારાસભ્યએ જૂનાગઢમાં મગફળની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા 

જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતાં હોવાના આક્ષેપ કરતાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું કે, 'બે નંબરની જે મંડળી છે, જે સંસ્થા ખરીદી કરે છે એ ક્યાંકને ક્યાંક ગુજકોમાસોલના ડિરેક્ટરના સગાવ્હાલાની મંડળી હોય. આ ગુજકોમાસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી લઈને અમદાવાદ સુધીના તમામ કિન્નાખોરી રાખીને અને જૂનાગઢ જિલ્લામાં ભયંકર ભ્રષ્ટાચાર કરે છે. સમગ્ર મામલે ગુજકોમાસોલની ખરીદીને લઈને તપાસ કરવામાં આવે.'

સમગ્ર મામલે ભાજપના ધારાસભ્યના આરોપ સામે ગુજકોમાસોલના કર્મચારી નરેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, 'અરવિંદ લાડાણીના આક્ષેપો સામે કોર્ટ સમક્ષ 1 કરોડના માનહાનિનો દાવો કરાશે અને કેન્દ્ર પર ખરીદીને લઈને હું સંપૂર્ણ તપાસ કરાવીશ.' 

આ પણ વાંચો: રાજ્યમાં જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે સરકારને 61% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી નિર્ણય : રાજ્ય સરકાર

જ્યારે લાડાણીના ભ્રષ્ટાચારના આક્ષેપ સામે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'અમારા કર્મચારીના કોર્ટ સમક્ષ 1 કરોડના દાવાની પરવાનગીને લઈને મેં મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં એકપણ ફરિયાદ આ પ્રકારની આવી નથી. ગુજરાતમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ હોય તો મને જાણ કરજો. ગમે તેટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી હશે તો પણ અમે તરજ કાયદેસરની કાર્યવાહી કરીશું. નાફેડની જવાબદારી હેઠળ બારદાન પૂરા પાડવાના હતા. પરંતુ મોડા પૂરા પડાતાં એક અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.'