વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યએ પારણા કર્યાં
મામલતદારે
હૈયાધારણા આપતા
ગટરનો
કોન્ટ્રાકટ રદ કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા વોર્ડન નં.૬ના ભાજપના સભ્ય ઉપવાસ પર
ઉતર્યા હતા
વિરમગામ
- વિરમગામમાં ગટરનો કોન્ટ્રાકટ રદ કરી
એજન્સીને બ્લેકલિસ્ટ કરવા વોર્ડન નં.૬ના ભાજપના સભ્ય ઉપવાસ પર ઉતર્યા હતા. આજ રોજ
મામલતદારે સ્થળ પર જઇ પાલિકાના સદસ્યની રજૂઆત સાંભલી કાર્યવાહી કરવાની હૈયાધારણા
આપતા પારણા કરીને અનશન આંદોલનનો અંત આણ્યો હતો.
વિરમગામ
શહેરમાં ભુગર્ભ ગટરો ઉભરાવાની સાથે દૂષિત પાણી આવવાની સમસ્યાથી ભૂગર્ભ ગટરનો આપેલા
કોન્ટ્રાક્ટ રદ કરવા એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની માંગ સાથે ભાજપ શાસિત પાલિકામાં
ભાજપના દંડક વોર્ડ નંબર છના સભ્ય ઉમેશ
વ્યાસ મંગળવારથી અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતર્યા હતા.
જિલ્લા
ભાજપ અને શહેર ભાજપ સંગઠન ગુરુવારે ઉપવાસ
સ્થળની મુલાકાત લીધી હતી. શુક્રવારે સાંજે મામલતદાર, મેડિકલ ટીમ, પોલીસ
સાથે પહોંચ્યા હતા. ઉમેશભાઇને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સારવાર બાદ થોડા સમય પછી રજા આપવામાં આવતા ફરી અનશન છાવણીમાં ગોઠવાઈ ગયા હતા.
મામલતદાર મુલાકાત દરમિયાન કેટલાક મુદ્દા પર ચર્ચા કરાઈ હતી. શનિવારે સ્થળ પર
મામલતદાર સમક્ષ વિરમગામની સુખાકારી માટે પગલાં લેવા ઉમેશ વ્યાસે લેખિતમાં રજૂઆત
કરી હતી. જેમાં મામલતદારે ઉપર રજૂઆ કરવાનું જણાવતા પારણા કરીને અનશન આંદોલનનો અંત
આણ્યો હતો.