Vadodara News : વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપમાં જોવા મળેલા અસંતોષ બાદ આજે ત્રણ બેઠકની મતગણતરી તથા ભાજપે બે બેઠક ગુમાવી છે.
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની 600થી વધુ મંડળીઓ સાથે ખરીદ વેચાણનું કામ કરતા વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની કુલ 15માંથી 12 બેઠક ભાજપે બિનહરીફ મેળવી હતી.
ભાજપના સહકાર ક્ષેત્રના કેટલાક આગેવાનોએ મેન્ડેડ આપવામાં જિલ્લા પ્રમુખે મનમાની કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જે ઉમેદવાર બિનહરીફ ચૂંટાય તેવા હતા તેમને ફોર્મ ભરવાનું કહ્યું પણ ન હતું અને સીધો પાછળથી તેમના નામનો મેન્ડેટ આપી દીધો હતો.
પાદરા કરજણ અને વાઘોડિયામાં સહમતિ સધાઈ ન હતી અને ગઈકાલે મતદાન થતાં આજે પરિણામ જાહેર થયું ત્યારે ભાજપે માત્ર કરજણ બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક પર ચૂંટણી લડી હતી અને તે વાઘોડિયા બેઠક કોંગ્રેસે કબજે કરી છે. પાદરા બેઠક પર પણ વર્તમાન ધારાસભ્યના મનાતા ઉમેદવાર નો પરાજય થયો છે અને પૂર્વ ધારાસભ્ય ના ટેકેદાર મનાતો ઉમેદવારનો વિજય થયો છે.
કયા ઉમેદવારને કેટલા મત મળ્યા
(૧)પાદરા બેઠક:
-ચંદ્રેશ પટેલ-ભાજપના બળવાખોર 18 મત
- પિનાકીન પટેલ -ભાજપ-15 મત
(૨) વાઘોડિયા બેઠક:
- મહેન્દ્ર પરમાર-કોંગ્રેસ 18 મત
- હરિકૃષ્ણ પટેલ -ભાજપ 15 મત
(૩) કરજણ બેઠક:
- ધર્મેશ પટેલ -ભાજપ 22 મત
- વિશાલ પટેલ- ભાજપ બળવાખોર 16 મત


