Gujarat

ફેર મતદાનવાળાં બંને બૂથ પર ભાજપને વધુ મત મળ્યા

By GS TEAM
24 Jun 20251 min read
ફેર મતદાનવાળાં બંને બૂથ પર ભાજપને વધુ મત મળ્યા

બોગસ મતદાન થયાની ફરિયાદ બાદ કોંગ્રેસને 5 અને 6 જ મત મળ્યા, :નવા વાઘણીયામાં નોટામાં બે મત પડયા

 જૂનાગઢ, : વિસાવદર બેઠક પર માલીડા અને નવા વાઘણીયા બુથ પર ફેર મતદાન થયું હતું એ બંને બુથ પર ભાજપને વધુ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને તો પાંચ છ મત જ મળ્યા હતા. તા. 21ના ફેરમતદાન વખતે 86-માલીડા બુથમાં કુલ 628માંથી 505નું મતદાન થયું હતું તેમાંથી ભાજપને સૌથી વધુ 367  મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને 122 અને કોંગ્રેસને માત્ર 5 મત જ મળ્યા હતા. આ બુથ પર નોટામાં એક પણ મત પડયો ન હતો. જ્યારે 111 નંબરના બુથ નવા વાઘણીયામાં કુલ 293માંથી 242 મત પડયા હતા. ભાજપને 141 આમ આદમી પાર્ટીને 74 અને કોંગ્રેસને માત્ર 6 મત જ મળ્યા હતા. 2 મત નોટામાં પડયા હતા. આમ બોગસ મતદાનની ફરિયાદ બાદ ફેર મતદાન થયું એ બુથમાં ભાજપને લીડ મળી પરંતુ સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ભાજપનો રકાસ થયો હતો.