Get The App

બાળકો વિશે ખોટી માહિતી આપનાર ભાજપના 2 કાઉન્સિલર પર મોટી કાર્યવાહી, પદ છીનવાયા

Updated: May 24th, 2024

GS TEAM


Google News
Google News
બાળકો વિશે ખોટી માહિતી આપનાર ભાજપના 2 કાઉન્સિલર પર મોટી કાર્યવાહી, પદ છીનવાયા 1 - image


Gujarat BJP Councillors Disqualified : ગુજરાતમાં ભાજપના બે કાઉન્સિલરોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તેઓએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963નો ભંગ કર્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે આદેશ જાહેર કરીને કાઉન્સિલરોને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. ત્રણ બાળકો હોવાના કારણે ભાજપના કાઉન્સિલરો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો....

જિલ્લા કલેક્ટરે બંન્ને કાઉન્સિલરોને ગેરલાયક ઠેરવ્યા

ગુજરાતના અમરેલી જિલ્લામાં દામનગર નગરપાલિકા આવેલી છે. પાલિકાના વોર્ડ નંબર 2માંથી ખીમા કસોટીયા અને વોર્ડ નંબર 3માંથી મેઘના બોખા કાઉન્સિલર છે. બંને પ્રથમ વખત કાઉન્સિલર બન્યા હતા. બંને બીજેપી કાઉન્સિલરોએ 2021ની નાગરિક ચૂંટણી માટે તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમને બે બાળકો છે. જો કે બંન્ને કાઉન્સિલરને ત્રીજું બાળક હોવાના કારણે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની કચેરીએ બંન્ને કાઉન્સિલરોને ગેરલાયક ઠેરવ્યા હતા.

ગેરલાયક જાહેર થયા બાદ કાઉન્સિલરે શું કહ્યું?

ગેરલાયક ઠર્યા બાદ ખીમા કસોટીયાએ કહ્યું હતું કે 'મને બે બાળકના નિયમ અને કાયદાની ખબર નહોતી. જો કાઉન્સિલર બન્યા પછી ત્રીજું બાળક જન્મે તો ગેરલાયકાતની કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં.' તેઓ કલેક્ટર દ્વારા ગેરલાયક ઠેરવવાના નિર્ણયનો અભ્યાસ કરશે અને પછી આગળ શું કરવું તે નક્કી કરશે.

કાઉન્સિલરના પતિએ ઉઠાવ્યા સવાલ

આ ઉપરાંત અન્ય એક અયોગ્ય કાઉન્સિલર મેઘના બોખાના પતિ અરવિંદ બોખાએ કહ્યું હતું કે 'તેઓ કલેક્ટરનો આદેશ સ્વીકારે છે.' આ ઉપરાંત કલેક્ટરના આદેશ સામે સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે, 'પાલિકાના સભ્ય તરીકે ફરજ બજાવતા ત્રીજું બાળક જન્મે તો કાઉન્સિલરને અસર ન થવી જોઈએ. જો એવો કોઈ નિયમ છે જે કોઈને ત્રીજા બાળકના માતાપિતા બનવા માટે અયોગ્ય ઠેરવે છે, તો અમે તેની વિરુદ્ધ કોર્ટમાં જઈશું નહીં.'

બાળકો વિશે ખોટી માહિતી આપનાર ભાજપના 2 કાઉન્સિલર પર મોટી કાર્યવાહી, પદ છીનવાયા 2 - image

Tags :